દેવામાફી કરવા છતાં ખેડૂતોની મુશ્કેલીઓ ઘટતી નથી, આ રહ્યાં ચોંકાવનારા  કારણો

સત્તા મેળવવા માટે કૃષિ દેવા માફી એ રાજકીય પક્ષો માટે જાણે ઓજાર બની ગઈ છે. કેટલાક રાજ્યોમાં સત્તામાં આવેલી નવી સરકારો દેવા માફીની જાહેરાતો કરી રહી છે. પહેલાની સરકારોએ આ પગલું ભર્યા પછી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે જોવા છતાં આ પ્રકારે જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજકીય પક્ષોએ આ પ્રકારના વાયદા કરતા પહેલા વિચારવું જોઈએ. કારણ કે અર્થવ્યવસ્થા પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. 

દેવામાફી કરવા છતાં ખેડૂતોની મુશ્કેલીઓ ઘટતી નથી, આ રહ્યાં ચોંકાવનારા  કારણો

નવી દિલ્હી: સત્તા મેળવવા માટે કૃષિ દેવા માફી એ રાજકીય પક્ષો માટે જાણે ઓજાર બની ગઈ છે. કેટલાક રાજ્યોમાં સત્તામાં આવેલી નવી સરકારો દેવા માફીની જાહેરાતો કરી રહી છે. પહેલાની સરકારોએ આ પગલું ભર્યા પછી જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે તે જોવા છતાં આ પ્રકારે જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ સ્પષ્ટ કર્યું હતું કે રાજકીય પક્ષોએ આ પ્રકારના વાયદા કરતા પહેલા વિચારવું જોઈએ. કારણ કે અર્થવ્યવસ્થા પર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. 

હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ ભારતીય જનતા પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં પોતાની ગુમાવેલી વોટબેંક પાછી મેળવવા માટે એક નેશનલ સ્કીમ પર વિચાર કરી રહી છે તેવા અહેવાલો આવી રહ્યાં છે. કોંગ્રેસે પણ વિધાનસભા ચૂંટણીમાં આવી જ લોભામણી જાહેરાતો કરીને સત્તા કબ્જે કરી છે. આ પ્રકારની જાહેરાતો કરીને રાજકીય પક્ષો સરળતાથી સત્તા મેળવવામાં સફળ થાય છે પરંતુ તેનુ નુકસાન આખી સિસ્ટમે ભોગવવું પડે  છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે કે કેવી રીતે દેવા માફી એ ખેડૂતોની સમસ્યાઓને દૂર કરવામાં બિલકુલ કારગર સાબિત થતી નથી. આ પ્રકારે દેવામાફીથી તો ઉલ્ટું તેમની સમસ્યાઓ વધે છે. આવો જાણીએ કઈ રીતે....

1. કૃષિ દેવા માફીથી અન્ય રાજ્યો ઉપર ભાર વધ્યો
દેવામાફીની રાજ્યે ભારે કિંમત ચૂકવવી પડે છે. દરેક વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે આ એક આદત બનતી જાય છે કે કૃષિ ઋણ માફી તો ચૂંટણી ઢંઢેરાનો ભાગ હોવો જ જોઈએ. અનેક રાજ્યોએ ઋણમાફી કરી છે. 

2. ખેતીથી આવક રળવી મુશ્કેલ થઈ રહી છે
રાજકીય પક્ષો દ્વારા કૃષિ દેવા માફીથી કૃષિ સંકટના મૂળ કારણોનું સમાધાન થતું નથી. સૌથી મોટી વાત એ છે કે ખેડૂતો ખેતીથી પૂરતી આવક રળી રહ્યાં નથી. 

3. દરેકને સમાન ફાયદો થતો નથી
સૌથી મોટી વાત એ છે કે કૃષિ ઋણ માફીથી દરેક  ખેડૂતને સમાન ફાયદો થતો નથી. તેમાં ખેડૂતો દ્વારા બેંકોથી લેવામાં આવેલી લોન તો માફ થઈ જાય છે પરંતુ જે ખેડૂતો અનૌપચારિક સંસ્થા પાસેથી લોન લે છે તેમની સ્થિતિ એવીને એવી જ રહે છે. 

4. અમીરોને સૌથી વધુ ફાયદો
કૃષિ દેવા માફીનો સૌથી વધુ ફાયદો અમીર ખેડૂતોને થાય છે. તેના 3 પ્રમુખ કારણ છે. 
1. તેમને બેંકોમાંથી સરળતાથી લોન મળી જાય છે.
2. સિસ્ટમ સુધી પહોંચવામાં તેમની પહોંચ ખુબ સારી હોય છે.
3. તેમનામાં નાણાકીય સાક્ષરતા અને જાગરૂકતા વધુ હોય છે.

5. દેવા માફીથી ક્રેડિટ કલ્ચર પર અસર અને નૈતિક ખતરો
તેનાથી સૌથી મોટો ખતરો એ છે કે દેવામાફી કરવાથી જે ખેડૂતો દેવા ચૂકવવામાં સક્ષમ છે તેઓ પણ દેવા ચૂકવણીમાંથી પીછેહટ કરી શકે છે. નાણાકીય વર્ષ 2015-16માં કૃષિ ક્ષેત્રની એનપીએ 5.44 ટકા, નાણાકીય વર્ષ 2016-17માં 5.61 ટકા જ્યારે નાણાકીય વર્ષ 2017-18માં તે 7.18 ટકા રહી. 

5. ખેડૂતો માટે બેંકોમાંથી લોન લેવું મુશ્કેલ
બેંક પણ જો કે એમ સમજી જાય છે કે ખેડૂતોને આપવામાં આવેલી લોન ચૂંટણીમાં માફ કરી દેવાશે અને આ પ્રકારે તે દેવામાં ડૂબશે. આથી બેંકો હવે ખેડૂતોને લોન આપવાથી અંતર જાળવવા લાગી છે. 

6. વિકાસનો આંચકો
કૃષિ દેવા માફીથી વિકાસને ઊંડો આઘાત પહોંચી શકે છે. કારણ કે સરકારને દરેક ક્ષેત્રમાં કાપ મૂકવો પડે છે. તેનાથી સિંચાઈ, અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓ પરના ખર્ચમાં કમી લાવવી પડે છે. કૃષિ ઋણમાફીનું મહેસૂલી ખાદ્યમાં યોગદાન સૌથી વધુ ઉત્તર પ્રદેશનું રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news